User:KartikMistry/રતિલાલ ચંદરયા

From Wikipedia, the free encyclopedia

રતિલાલ ચંદરયા ભારતીય મૂળના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર હતા. તેઓ વિશ્વના જુદા-જુદા પ્રદેશોમાં રહ્યા હતા. તેમણે ગુજરાતી ભાષાને આધુનિક બનાવવા પર અગત્યનું કાર્ય હાથ ધર્યું હતું.

જીવન[edit]

તેમનો જન્મ ઓક્ટોબર ૨૪, ૧૯૨૨ ના રોજ પ્રેમચંદભાઇ અને પુંજીબાઇને ત્યાં થયો હતો. તેમણે નૈરોબીમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ મોમ્બાસા ગયા. વિશ્વ યુદ્ધ ૨ શરૂ થયા બાદ તેમનાં માતા-પિતા સાથે તેઓ ભારત આવ્યા. ત્યારબાદ તેમણે અભ્યાસ છોડી દીધો અને કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમણે ૧૯૪૩માં વિજ્યાલક્ષ્મી સાથે જામનગરમાં લગ્ન કર્યા. વ્યવસાયનો વિકાસ કરવા માટે તેઓ ૧૯૪૬માં નૈરોબી પાછાં ગયા. તેમણે કૌટુંબિક વ્યવસાયને ઉદ્યોગમાં ફેરવવા માટે આફ્રિકા અને યુરોપમાં ભરપૂર પ્રવાસો કર્યા.૧૯૬૦માં તેઓ દાર-એ-સલામ અને પછીથી ૧૯૬૫માં લંડન ખાતે સ્થાયી થયા. તેઓ થોડો સમય જીનિવા રહ્યા બાદ ૧૯૭૫માં સિંગાપુરમાં સ્થાયી થયા.[1][2][3] ઓક્ટોબર ૧૩, ૨૦૧૩ ના રોજ તેમને મૃત્યુ મુંબઇ ખાતે થયું. હિંદુ પંચાગ મુજબ એ દિવસ દશેરા હતો, એ જ દિવસ જે દિવસે તેમનો જન્મ થયો હતો.[1][2][3]

દાન અને સખાવત[edit]

તેમની માતૃભાષા ગુજરાતીના વિકાસ માટે તેમણે ખૂબ જ કામ કર્યું. તેમણે ગુજરાતી ભાષાના કોશ માટે ૧૮ વર્ષો ગુજાર્યા. તેમણે ગુજરાતીલેક્સિકોન, ડિજીટલ ભગવદ્ગોમંડળ અને ગુજરાતી ભાષાને ડિજીટલ બંધારણમાં ફેરવવા માટેના બીજાં પ્રકલ્પોની સ્થાપના કરી. ગુજરાતીલેક્સિકોન વિશ્વનો સૌથી મોટો ડિજીટલ કોશ, જ્યારે ભગવદ્ગોમંડળ એ વિશ્વકોષ છે, જે ગુજરાતીલેક્સિકોન વડે ડિજીટલ બંધારણમાં ફેરવવામાં આવ્યો હતો. આ બંને પ્રકલ્પોને અમેરિકાની લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ અને બ્રિટિશ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસની યાદીમાં સમાવવામાં આવ્યા છે.[1][2][3][4]

તેમણે ઇન્સ્ટિટ્યુટ ઓફ જૈનોલોજીની સહ-સ્થાપના ૧૯૮૫માં નિર્મલ સેઠિયા સાથે કરી હતી, જે જૈનત્વનો અભ્યાસ કરવા માટેની સંસ્થા છે. અહીં તેમણે ચેરમેન તરીકે ૨૦૧૨ સુધી સેવા આપી હતી.[2] તેમણે ધણી સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓ જેવીકે ભારતીય વિદ્યા ભવન, ઇન્ડિયન જીમખાના, અને ઇન્ટરનેશનલ ફોરમ ઓફ ઓવરસીસ ઇન્ડિયનમાં સેવાઓ આપી હતી.[1][2][3]

સંદર્ભ[edit]

બાહ્ય કડીઓ[edit]

  1. ^ a b c d "Gujarati Lexicon founder Ratilal Chandaria no more". Ahmedabad: Daily News and Analysis. 2013-10-15. Retrieved 2014-02-25.
  2. ^ a b c d e Script error: No such module "Vorlage:Internetquelle". In: Script error: No such module "Vorlage:Internetquelle". 16. Oktober 2013, abgerufen am 25. Februar 2014.
  3. ^ a b c d "GujaratiLexicon founder Ratilal Chandaria passes away". The Indian Express. 2013-10-15. Retrieved 2014-02-25.
  4. ^ "Bhagwadgomandal goes online". The Times of India. 2009-04-04. Retrieved 2014-02-25.